Proud of Gujarat
INDIAFeaturedGujarat

કેમિકલ ભરવાના બેરલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી વડોદરા એલ.સી.બી.

Share

વડોદરામાં ભાયલી ગામમાં પ્લાસ્ટિકના બેરલોની આડમાં સંતાડીને લઈ જવતો ઇંગ્લિશ દારૂનો જથ્થો એલ.સી.બી. વડોદરા પોલીસે ઝડપી પાડયો છે.

વડોદરામાં ભાયલી ગામે એલ.સી.બી પી.આઇ દ્વારા પ્રોહીબિશનના કેસ પર કામગીરી કરવા સૂચનો આપેલ જેમાં એલ.સી.બી. ની ટિમ પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમી મળેલ કે એક શખ્સ પોતાના કબજાના વાહનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જતો હોય જે બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ભાયલી ગામમાં નિલેષ કમલકાંત રાણા રહે. શામળકૂવા પાદરા જી.વડોદરાને પોલીસે આઇસર ગાડી નં.GJ-06-W-8879 માં બહારથી પાસ પરમિટ વગરનો પ્લાસ્ટિકના બેરલની આડમાં સંતાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભાયલી ગામથી બિલ ચોકડી તરફ જવાના રસ્તે શ્રીજી વાટિકા ફલેટ પાસે હોય જેની પાસેથી પોલીસે બિયરના ટીન નંગ 408 કિં.રૂ.1,68,000/-, મોબાઈલ નંગ-1 કિં.રૂ. 10,000/-, આઇસર ગાડી કિં.રૂ.5,00,000/- તથા બેરલ નંગ 9 કિં.રૂ.2700/- ના મળી કુલ રૂ. 6,80,700 નો મુદ્દામાલ વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી લઈ પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચથી નેત્રંગ જતાં રસ્તા પર 45 પશુઓને ગેરકાયદેસર નિકાસ કરતાં ચાર શખ્સોને ઝડપી પાડતી રાજપરડી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુરમાં બકરી ઇદની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરત : લિંબાયત વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!