આજે વડોદરા ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આવ્યા હોય તે સમયે એક પત્રકાર પરિષદ યોજાઈ ગઈ હતી. આ પત્રકાર પરિષદમાં મુખ્ય મુદ્દો વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના મામલે અધિકારીઓ કામ ન કરતા હોય તેવા સવાલો સતત ચર્ચાયા હતા.
આજે વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના મામલે પત્રકારોએ પ્રશ્નોની ઝડી વરસાવી હતી. આ તકે ભાજપા નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ અમો સરકારમાં રજૂઆત કરીશું તેવું આશ્વાસન આપતો પ્રત્યુત્તર પાઠવ્યો હતો તેમજ આ તકે ક્રેડાઇના પ્રમુખ મયંક પટેલ વિશે ભાજપાના નેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કામના કરવાના આક્ષેપો અધિકારીઓ પર ના કરવા કોઈ એક વ્યક્તિના કહેવાથી કે આક્ષેપ કરવાથી કશું થઇ શકવાનું નથી તેમજ મયંક પટેલ કઈ પાર્ટીના છે તેની મને જાણ નથી પરંતુ તેઓ કોંગ્રેસના અનેક નેતાઓ સાથે સંપર્ક ધરાવે છે તેવું પણ જણાવ્યું હતું.
આ તકે બીજેપીના નેતા એ નક્કર કાર્યવાહી કરી શકવાના કોઈ જવાબો આપ્યા નહોતા પરંતુ અંતમાં એવું જણાવ્યું હતું કે ભાજપની સરકારે વિકાસ કર્યો છે જેના કારણે જ વારંવાર ગુજરાતની પ્રજા ભાજપાને ચૂંટીને લાવે છે.