Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના મકરપુરા જીઆઈડીસી ની બંધ કંપનીમાં આગ લાગતાં દોડધામ.

Share

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં એક બંધ કંપનીમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.

વડોદરાના જીઆઇડીસી ખાતે મકરપુરામાં એક બંધ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી આથી આજુબાજુના વિસ્તારમાં આવેલી કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ કંપનીમાં આગ લાગવાની ઘટના બનેલ છે તે કંપની ઘણા વર્ષોથી બંધ હોય જેથી કોઈપણ પ્રકારની મોટી જાનહાની થઈ નથી આગ લાગતાની સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ પાંચ ટીમો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. વડોદરાની મકરપુરા સ્થિત આ કંપની હાલ બંધ હાલતમાં હોય આખરે આ જગ્યા પર કોને આગ લગાડી, કેવી રીતે આગ લાગી તે સહિતના પ્રશ્નો અકબંધ રહ્યા છે તેવા સંજોગોમાં હાલના તબક્કે આગને કાબૂમાં લેવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે આ કંપનીમાં આગના બનાવમાં કોઇ જાનહાનિ થયેલ નથી.

Advertisement

Share

Related posts

પૂર્વજોના શિક્ષણ થકી સેવાના અભિગમને આગળ ધપાવવા HHMC એજ્યુ. કેમ્પસનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

ProudOfGujarat

વિરમગામ સામાજિક સમરસતા સમિતિની મહાયજ્ઞના આયોજન માટેની બેઠક મળી

ProudOfGujarat

નડિયાદ : ડિસ્પેચ સેન્ટર પર બે પોલીગ કર્મચારી બેભાન થતાં સારવાર અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!