Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં કોઠી ચાર રસ્તા નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

વડોદરામાં આજે સવારે કોઠી ચાર રસ્તા વિસ્તારમાં કાર અને બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચલાવનારને ગંભીર ઇજાઓ થતાં રાહદારીઓએ તાત્કાલિક ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.

વડોદરામાં આજે સવારે કોઠી ચાર રસ્તા પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારની સામે પુરપાટ ઝડપે આવતી બાઇક અથડાઈ જતા બાઈક સવાર ૪૫ વર્ષિય વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને રાહદારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કાર ચલાવનાર ચાલકે અકસ્માતનું કારણ બાઇક ચલાવનાર રોંગ સાઈડ પરથી આવતા હોય તેવો આક્ષેપ કર્યો છે. આકસ્માત બનતાની સાથે જ રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અભિનેત્રી અંજલી અરોરા અને રોમાનાનું રોમેન્ટિક ગીત “ક્યા હોતા” દેશી મેલોડીઝ પર રિલીઝ થયુ

ProudOfGujarat

વસઈ થી બાળક સાથે અપહરણ કરનારાને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા ઉજવાશે ચૈતન્ય મહોત્સવ – 2020.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!