Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયા પીર બાવાની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયા પીર બાવાની દરગાહ શરીફ પર અકીદત મંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. મિયાગામથી સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે નીકળ્યું હતું.

જે ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયા પીર બાવાની દરગાહ શરીફ પર પહોંચી સંદલ શરીફની વિધિ આલીમો દ્વારા સંપન્ન કરાઇ હતી. નામાંકિત આલીમ દ્વારા હાજર જનોને હજરત શહીદ દુધિયા પીર બાવાના જીવન ચરિત્ર વિશે રસપ્રદ માહિતી આપી હતી. ત્યારબાદ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. ત્યારબાદ ફાતેહા ખ્વાની તેમજ સાલાતો સલામના પઠન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાષ્ટ્રિય એકતા સપ્તાહના ભાગરૂપે નિરાધાર પરિવારોના બાળકો માટે NCC બટાલીયન દ્વારા ફાળો ઉઘરાવાયો.

ProudOfGujarat

વ્યારા થી અંકલેશ્વર તરફ જતી ગાય ભરેલી ગાડી ને ગૌરક્ષકોએ ઝડપી પાડી સુરતના પાંજરાપુર રવાના કરવામાં આવી હતી

ProudOfGujarat

હાલોલની કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વેની ઉજવણી કરાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!