વડોદરામાં 14 વર્ષની પીડિતા પર નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
વડોદરામાં નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આજે બપોરે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો જેમાં સરકારી વકીલ પ્રવીણ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું છે કે આ કેસમાં પુરાવાઓ નીકળી જોડવી અત્યંત મુશ્કેલ હતી તેવા સંજોગોમાં તમામ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી હતી પરંતુ અદાલતે તમામ પુરાવાઓને ધ્યાને લઇ પોક્સો અદાલતે ન્યાયાધીશ દ્વારા આરોપીઓ કિશન માથાસુરિયા અને જશા સોલંકીને દોષિત જાહેર કરીને આજીવન કેદ એટલે કે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આરોપીઓ ગમે તે હોય દુષ્કર્મની પીડિતોને ન્યાય મળવો જોઇએ તે હેતુથી સમાજમાં દાખલો બેસાડવા માટે આ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી લોકો આ પ્રકારના કૃત્યો કરવા માટે એક વખત વિચાર કરે તેવું અહીં પીપી વકીલે મીડિયા સમક્ષ માહિતી આપી છે.