Proud of Gujarat
FeaturedGujaratINDIA

ATM કાર્ડ વડે નાણાં ઉપાડી છેતરપિંડી કરતા 3 આરોપીને ઝડપી પાડતી કરજણ પોલીસ.

Share

કરજણ પોલીસે ગણતરીના દિવસોમાં એટીએમ કાર્ડ છેતરપિંડી અને નજર ચૂકવી એટીએમ કાર્ડ પાસવર્ડ જાણી એટીએમ કાર્ડ વડે નાણાં ઉપાડી ગુના આચરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વડોદરા ગ્રામ્ય જીલ્લાના કરજણ પોલીસ સ્ટેશન, વાઘોડીયા પોલીસ સ્ટેશન તેમજ વડોદરા શહેરના નર્મદા, ભરૂચ, આણંદ, છોટાઉદેપુર, અમદાવાદ શહેર તથા પંચમહાલ વગેરે જીલ્લામા ગ્રાહકોના ATM કાર્ડ છેતરપીડી અને નજર ચુકવી ATM કાર્ડ વડે નાણાં ઉપડતા હતા. જે સંદર્ભે સુધીરકુમાર દેસાઇ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જીલ્લામાં તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.વી.સોલંકી ડભોઈ ડિવીઝન ડભોઈ નાઓના માર્ગદર્શન હેઠળ ડિવીઝન વિસ્તારમાં બનતા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે ડીવીઝનના તમામ અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું . જે આધારે પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.પટેલ, કરજણ પોલીસ મથક નાઓએ તાબાના સ્ટાફને જરૂરી સુચના / માર્ગદર્શન આપેલ, જે આધારે પો.સબ.ઇન્સ. ડી.આઇ. સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના માણોસો મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધવા માટે કરજણ પોલીસ મથક વિસ્તાર આવેલ ધાવટ ચોકડી પાસે વોચ તપાસમા હોય જે દરમિયાન સાથે ના અ.પો.કો. હર્ષકુમાર સનાતનભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, કરજણ પોલીસ મથક વિસ્તારમાં આવેલ બેંકનાં એ.ટી.એમ મશીનોમાં કેટલાક ઇસમો એ.ટી.એમ મશીનમાંથી રૂપિયા ઉપાડવા આવેલ બેંકના ગ્રાહક સાથે વાતો કરી તેને વાતોમાં ઉલજાવી ગ્રાહક ATM મશીનમા પોતાનુ ATM કાર્ડ નાખી ટ્રાન્જેકશન કરે તે સમયે ગ્રાહકની પાસે ઉભા રહી ગ્રાહકનો ATM કાર્ડનો પાસવર્ડ ચોરી છુપીથી જાણી લઇ ને મારે પૈસા ઉપાડવાની તાત્કાલીક જરૂર છે.

તેમ કહી તે પોતે ગ્રાહકનુ ATM કાર્ડ મશીનમાંથી કાઢી લઇ ગ્રાહકની નજર ચુકવી ગ્રાહકનુ ATM કાર્ડ સિફત પુર્વક પોતાની પાસે રાખી લઇ પોતાની પાસેનુ કોઇ અન્ય ગ્રાહકનુ છેતરપીંડી કે ચોરી કરીને મેળવેલ ગ્રાહકની બેંક જેવુ બીજુ ATM કાર્ડ ગ્રાહકને આપી દઇ ત્યારબાદ ATM મશીનથી બહાર આવી ગ્રાહક પાસેથી છેતરપીડી મેળવેલ અસલ ATM કાર્ડ તથા પાસવર્ડ અન્ય સાથીદારોને આપી દઇ એક બીજાની મદદગારી કરી અન્ય ATM મશીન મા જઇ ATM કાર્ડ તથા પાસવર્ડ વડે ગ્રાહકના રૂપીયા લઇ છેતરપીંડી કરી રૂપીયા પડાવી લેતા હોય છે. જે હકીકત આધારે સદર ઇસમોની વોચ કરી તેને ઝડપી પાડવામા માટે પોલીસ સ્ટાફના માણસોએ જુના બજાર કરજણ ઓમકાર કોમ્પ્લેક્ષમા આવેલ SBI બેંકની આજુબાજુ જ્ગ્યાએ છુપી રીતે વોચમા રહી સદરી ઇસમોને કોર્ડન કરી ઉભા રાખી દીધેલ. જે હકીકત આધારે સદર ઇસમોની વોચ કરી તેને ઝડપી પાડવામા માટે પોલીસ સ્ટાફના માણસોએ જુના બજાર કરજણ ઓમકાર કોમ્પ્લેક્ષમા આવેલ SBI બેંકની આજુબાજુ જ્ગ્યાએ છુપી રીતે વોચમા રહી સદરી ઇસમોને કોર્ડન કરી ઉભા રાખી દીધેલ અને ત્રણેય ઇસમોને વારાફરતી નામ – ઠામ પુછતા પકડાયેલ આરોપીઓના નામ ( ૧ ) ઓમપ્રકાશ સુરજીત ચમાર ઉ.વ .૩૪ ધંધો . ડ્રાઇવીંગ હાલ રહે , રાજસ્થાન મોટર ગેરેજ ગોલ્ડન ચોકડી હાલોલ રોડ વડોદરા શહેર મુળ રહે . સીસાઇ ગામ તા.હાંસી જી.હીસાર થાણા હાંસી ( હરીયાણા ) ( ર ) પ્રતાપસિંગ કાસમીરાસિંગ રાજપુત ઉ.વ .૩૦ ધંધો.વેપાર ( રાજસ્થાન મોટર ગેરેજ ગોલ્ડન ચોકડી હાલોલ રોડ ) હાલ રહે.ધર નં. એ -૩૬ સાઇવીલા બંગલોજ આજવા ચોકડી વડોદરા શહેર મુ.રહે.મડીયા ખેડા તા.જી.અલવર થાણા – અલવર ( રાજસ્થાન ) ( ૩ ) અનુપકુમાર વેદપાલસિંગ ચમાર ઉ.વ .૩૧ ધંધો . ડ્રાઇવીંગ હાલ રહે. રાજસ્થાન મોટર ગેરેજ ગોલ્ડન ચોકડી હાલોલ રોડ વડોદરા શહેર મુળ રહે.ભવન્ડી ખેડા ગામ તા.ભવન્ડી ખેડા જી. લેવાની થાણા – ભવન્ડી ખેડા ( હરીયાણા ) ના હોવાનુ જણાવેલ હતું. જે ત્રણેય ઇસમોને અત્રે હાજરી બાબતે પુછતા ગલ્લા – તલ્લા કરી સંતોષકારક જવાબ આપતા ન હોય જેને જીવનનિર્વાહ બાબતે પુછતા કોઇ સાધન હોય જેથી ત્રણેય ઇસમોની વારાફરતી અંગ – ઝડતી કરતા એ.ટી.એમ કાર્ડ કુલ ૩૦ અને સ્માર્ટ ફોન ૦૩ તથા પેટીએમ નુ સ્વાઇપ મશીન અને રોકડા રૂપિયા ૧૭૦૦ / મળી આવ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજશ્રી પોલીફીલ તેમજ સેવા રૂરલ ઝધડિયા આયોજિત શિબિરમાં આંખ તપાસ તથા વિનામૂલ્યે ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું ઝંખવાવ ગામે ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ખરચી ગામનાં જાગૃત નાગરીકોનું એક પ્રતિનિધિ મંડળે આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ગામની ગોચર, તળાવ સહિતની પડતર જમીનોમાં માથાભારે શખ્સો દ્વારા ગેરકાયદેસર ખનન થતી હોવાની ફરિયાદ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!