Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં રસ્તા પર મહિલાઓ સાથે અભદ્ર ચેનચાળા કરતો ઈસમ ઝડપાયો.

Share

વડોદરામાં રેસકોર્સ ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ પાસે જાહેરમાં રસ્તા ઉપર આવતી જતી છોકરીઓને અભદ્ર ચેનચાળા કરતાં ટપોરીને ગોરવા પોલીસની શી ટિમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

વડોદરા શહેરમાં મહિલાઓને લગતા ગુનાઓ અટકાવવા માટે ગોરવા પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં મહિલાઓની પજવણી કરતાં ઇસમો પર નજર રાખવામા આવી હોય ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રેસકોર્સ ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ ખાતે રાજ સુરેશ ચૌહાણ રહે.મકાન નં.1 ફતેબાગ સોસાયટી સમારોડ વડોદરાનો જાહેરમાં મહિલાઓને અભદ્ર ચેનચાળા કરતો હોય, મહિલાઓની બિભત્સ શબ્દો બોલી પજવણી કરતો હોય જેને વડોદરા શી ટીમના સભ્યોએ પેટ્રોલીંગ દરમિયાન જોઈ ગયેલ એક મહિલાની તે સમયે આરોપી દ્વારા પજવણી કરવામાં આવતા શી ટીમના એ.એસ.આઇ દીપિકાબેન દ્વ્રારા તેને ઝડપી લઈ પોલીસ સ્ટેશને લઈ જઇ આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના મારવાડી ટેકરા વિસ્તારના કુખ્યાત બુટલેગરને ત્યાં પોલીસે દરોડા પાડી શરાબનો જથ્થો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

વડોદરામાં માંજલપુર નાકા પાસે સીટી બસે વૃદ્ધાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ઉમરપાડામાં કોંગ્રેસની હાલત કફોડી, 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!