વડોદરામાં કારેલીબાગ સ્થિત ગેરકાયદેસર ખુલ્લી જગ્યામાં દબાણ કરેલા લોકોએ આજે બંધ આ સંદર્ભે જરૂરી પુરાવાઓ માંગતા યોગ્ય પુરાવા રજૂ ન કરી શકતા દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અહીંના રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા તારી સમિતિના ચેરમેન ડેપ્યુટી મેયર સહિતનાઓ સ્થળ પર પહોંચતા દબાણકર્તાઓ દ્વારા કોર્પોરેટરોને બેફામ રીતે અસામાજિક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. સ્થાનિક નેતાઓએ અહીં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે પોલીસ ટુકડીને જાણ કરી હતી તેમજ દબાણ શાખાને જાણ કરતા દબાણ શાખાના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
આ તકે હાઈ સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરામાં ટ્રાફિકની સમસ્યા અત્યંત છે લોકો ગેરકાયદેસર દબાણ કરી લારી-ગલ્લા ચલાવે છે, રાણા સમાજ દ્વારા અવારનવાર તેઓની કાસમઆલા કબ્રસ્તાન સામે આવેલી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદો કરી હતી. જેના આધારે આજે આ જગ્યાની મુલાકાત લીધી હતી. રાણા સમાજની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી હોટલ ચલાવી રહેલા શખ્સ પાસે પુરાવા માંગતા તે રોષે ભરાયા હતા અને અમારી ઉપર ગેસ સિલિન્ડર છૂટ્ટો ફેંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે તેણે બિભત્સ અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા અને અમોને બાનમાં લેવા માટે તેણે ચાકૂથી આપઘાત કરી લેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.