વડોદરામાં સ્ટેટ વિજિલન્સ રેડ બાદ પાણીગેટ વિસ્તારના પી.આઈ કે.પી પરમારની બદલી કરવામાં આવી છે. પાણીગેટ પોલીસમાં કે.પી પરમારનો ચાર્જ નવાપુરાના પી.આઈ મકવાણાને સોંપવામાં આવ્યો છે. હાલના તબક્કે પી.આઈ કે.પી પરમારને પોલીસ કંટ્રોલ લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.
સ્ટેટ વિજિલન્સ એ પાણીગેટ પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારમાં રેડ કરી હતી જેમાં વડોદરાના મહાકાલ નગરમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા નવ જુગારીઓને આબાદ ઝડપી પાડયા હતા. ખુલ્લેઆમ ધમધમતા જુગારધામમાંથી પોલીસને 5 મોબાઈલ, ૩ વાહનો અને રૂ.103240 સહિતની રોકડ રકમનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હોય. અહીં નોંધનીય છે કે આ કામગીરી બાદ પાણીગેટ વિસ્તારના સ્ટેટ વિજિલન્સની રેડ બાદ પી.આઇ પરમારને પોલીસ કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઇ છે જેમાં હાલના તબક્કે પાણીગેટ વિસ્તારમાં વિજિલન્સ વિભાગમાં નવાપુરાના પીઆઇ મકવાણાને ચાર્જની સોંપણી કરવામાં આવેલ છે.