Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં વાસણા ભાયલી રોડ પર અચાનક કારમાં આગ ભભૂકી.

Share

વડોદરામાં વાસણા ભાયલી રોડ પર વહેલી સવારે એક બિલ્ડરની વૈભવી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આજે વહેલી સવારે વાસણા ગામ પાસે હનુમાનજી મંદિર નજીક અકસ્માતના કારણે ખાડામાં પડેલી કારમાં આગ લાગી હતી. કારમાં લાગેલી આગ ફાયર બ્રિગેડ કાબૂમાં લે તે પહેલાં બળીને ખાખ થઇ ગઇ હતી. આ કાર વડોદરાના એક બિલ્ડરની હોય અચાનક જ કારમાં આગ લાગી જતા આસપાસના વિસ્તારના લોકો હતપ્રભ થઇ ગયા હતા. આ બનાવના પગલે તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ કારમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું સ્ટાફે જણાવ્યું છે. ઘણા લાંબા સમય બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

વાંકલ શ્રી એન.ડી.દેસાઇ હાઈસ્કૂલમાં ટ્રાફિક અવરનેસ અંતર્ગત બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નવસારીનાં રાનકુવા ગામે જમનાબેન વસંતજી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

PM મોદીનો 2024 ની ચૂંટણી માટેનો માસ્ટર સ્ટ્રોક, 10 લાખ નોકરીની જાહેરાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!