Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : યુનાઇટેડ નેશનનાં ઇકોસોક પાર્ટનરશિપ ફોરમમાં ડોક્ટર સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું.

Share

યુનાઇટેડ નેશનના ઇકોસોક પાર્ટનરશીપ ફોરમ – ૨૦૨૨ લીડર બોર્ડમાં ૬,૫૨,૪૦૦ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું છે.

ડો.સુધીર જોશી છેલ્લા ઘણા વર્ષોથી યુનાઇટેડ નેશન પ્રેરિત નિરંતર વિકાસના ધ્યેયો (SDG) પર કાર્ય કરી રહ્યા છે. જેમાં સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સ એસ.ડી.જી વીક ઉજવણી આદિમાં SDG બ્રિગેડ ઇન્ડિયા દ્વારા સક્રિય રીતે કાર્યરત છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

હાલમાં યુનાઇટેડ નેશનના ઈકોનોમી અને સોશ્યલ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા ECOSOC પાર્ટનરશીપ ફોરમ- ૨૦૨૨ નું આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. સુધીર જોશીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી લીડર બોર્ડ રેન્કમાં ૬,૫૨,૪૦૦ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જે સમગ્ર વડોદરા ગુજરાત અને ભારત માટે ખૂબ જ ગૌરવની બાબત છે.

Advertisement

આ ફોરમમાં ચાર હજારથી વધુ આંતરરાષ્ટ્રીય એમ્બેસેડર મેમ્બર સ્ટેટસ, સ્ટેક હોલ્ડર, યુનાઈટેડ નેશનની વિવિધ એજન્સીના વડા સહિત સેવાભાવી સંસ્થાઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ લીડર બોર્ડમાં વિવિધ કોન્ફરન્સના એજન્ડા નક્કી કરવા, કોન્ફરન્સનું આયોજન, વિવિધ પ્રશ્નોના મુદ્દાઓ રજૂ કરવા, વિવિધ એસ.ડી.જી પર નીતિ વિષયક ચર્ચા,ઓનલાઇન સેશનમાં હાજરી, ઇન્ટરનેશનલ સહિત તમામ પાસાઓમાં શ્રેષ્ઠ પદાર્પણ કરી ૯૨ ટકા સાથે પ્રથમ ક્રમ મેળવી ભારતનું ગૌરવ વધારવા બદલ ડો.જોશી અભિનંદનને પાત્ર છે.

ડો.સુધીર જોશી એસડીજી બ્રિગેડ ઇન્ડિયા ટીમ દ્વારા દેશના યુવાનોને નિરંતર વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે.


Share

Related posts

પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા પી.એમ.ને રોકી જીવનું જોખમ ઉભું કરવાની ઘટનાને વખોડી નમૅદા જીલ્લા કિસાન મોરચાએ મૌન ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

હળવદ : મિયાણી ગામ નજીક રસ્તા વચ્ચે ડમ્પર સળગ્યું, ડ્રાઇવરનો આબાદ બચાવ

ProudOfGujarat

અમદાવાદમાં મેટ્રોનો આજથી વધુ એક રૂટ શરુ, એપીએમસીથી મોટેરા વચ્ચે શરુ થઈ ટ્રેન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!