વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આપના તહેવારમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ દબંગગીરી કરતા હોય તેવું જોવા મળે છે.
વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્યને વેપારીઓ દ્વારા જરોદ ગ્રામ પંચાયતમાં દબાણો હટાવવાના મામલે રજુઆત કરવામાં આવી હતી જેમાં જાહેર માર્ગો પર નાના-મોટા ધંધાર્થીઓના દબાણો દૂર કરવાની વાત હોય જરોદ ગ્રામ પંચાયતમાં નાના-મોટા ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણ હોય જેને નોટિસ પાઠવવામાં આવી હતી અને આ નોટિસ બાદ વેપારીઓ દ્વારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજુઆત કરવામાં આવતા તેમના દ્વારા જરોદ ગ્રામ પંચાયતમાં જઈને ગ્રામજનોને ખાતરી આપી હતી કે જ્યાં સુધી હું ધારાસભ્ય છું ત્યાં સુધી કોઈનું પણ તૂટવા નહીં દઉં તેવી ખાતરી આપું છું. સ્ટેટ વડા આવે તાલુકા વડા આવે પોલીસ ખાતાવાળા આવે કોઈપણ આવે કે પછી કલેક્ટર આવે કોઈપણ આવે મેં કીધું એટલે વાત પતી ગઈ. જરોદ ગ્રામ પંચાયતમાં આ પ્રકારના અનેક દબાણો હોય જે ન તોડવા માટે ધારાસભ્ય મેદાનમાં આવ્યા હતા અને આ વિસ્તારમાં માસ્ક વગર અનેક વેપારીઓ ભેગા થઇ ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો તેવું મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ આ પ્રકારના શબ્દો ઉચ્ચારતા જોવા મળ્યા છે.