MMA એટલે મિક્સ્ડ માર્શલ આર્ટ. તે હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી રમત છે. UFC અને ONE ચેમ્પિયનશિપ જેવી વ્યાવસાયિક લીગ NBA કરતાં વધુ પ્રખ્યાત થઈ રહી છે.
આવી જ એક ભારતીય લીગ મેટ્રિક્સ ફાઈટ નાઈટ છે. તેની માલિકી ટાઇગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફની છે. તેઓએ પ્રોફેશનલ લેવલ પર લડવા માટે વડોદરાની યુવતી ઇશિકા થિટેની પસંદગી કરી છે. ઇશિકા થિટે ગુજરાતની પ્રથમ યુવતી છે કે જે મિક્સ્ડ માર્શલ આર્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ઇશિકા ગુજરાતની પ્રથમ વ્યાવસાયિક MMA ફાઇટર છે. એકંદરે ભારતમાં બહુ ઓછી મહિલા વ્યાવસાયિક MMA લડવૈયાઓ છે. તેમની વચ્ચે માત્ર ગુજરાતી હોવાનો ઇશિકાને ગર્વ છે. ઇશિકાને આગામી સમયમાં વધુને વધુ MMA લડવૈયા તૈયાર કરી દેશનું ગૌરવ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઇશિકા થિટેની વાત કરીએ તો તેને બાળપણથી જ પિતા શિરીષ થિટે પાસેથી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. શરૂઆતમાં તેણીએ કરાટે જે બાદ કિક બોક્સિંગની ટ્રેનિંગ લીધી હતી. જે બાદ પ્રોફેશનલ MMA લીગમાં પસંદગી થઈ છે. તેણીએ અત્યાર સુધી 3 પ્રોફેશનલ ફાઈટ કરી છે.
ઇશિકાની માતા વિજયમાલા થિટેએ પોતાની દીકરી પર ગર્વ વ્યક્ત કરી દેશની તમામ દીકરીઓએ માર્શલ આર્ટસ શીખવાની અપીલ કરી હતી. અને સાથે સાથે જણાવ્યું હતું કે, માર્શલ આર્ટસ શીખવાથી પ્રોફેશનલ નહીં પણ યુવતીઓ સેલ્ફ ડિફેન્સ પણ કરી શકે છે.