વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગુરૂવારે મોડી સાંજે કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ પટેલની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં વલણ બીટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જમાદાર શૈલેષભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજિત બેઠકમાં પોલીસ ઇન્સ્પેકટર મેહુલ પટેલે શાંતિ જાળવવા અપીલ કરી હતી. સાથે સાથે વલણ ગામની એકતાને તેઓએ બિરદાવી હતી. ગામની વિવિધતામાં એકતાને પણ તેઓએ બિરદાવી હતી.
વલણ સાર્વજનિક હોસ્પિટલમાં પ્રદાન કરાઇ રહેલી સેવાઓ માટે તેઓએ સંચાલકોને બિરદાવ્યા હતા. ગામમાં જો કોઈ અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોય તો પોલીસને જાણ કરવા ખાસ તાકીદ કરી હતી. ગ્રામ પંચાયતના સરપંચ એકતાનું પ્રતિક હોવાનું જણાવ્યું હતું. વલણ ગામમાં આવેલી આઉટપોસ્ટ બાબતે ગ્રામજનોના અભિપ્રાય માંગ્યા હતા. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં વલણ તાલુકા પંચાયતના સદસ્ય ઉસ્માનભાઈ ઉઘરદાર, અન્ય સદસ્ય મોહસીન જોલી, ગ્રામ પંચાયતના સદસ્યો, વલણ હોસ્પિટલના અધ્યક્ષ અબ્દુલભાઈ વલી મટક, સેક્રેટરી ઇકબાલ ભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ