ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસ સંદર્ભે કરજણમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે હિન્દુ મુસ્લિમના પ્રતિષ્ઠિ આગેવાનોને સાથે રાખી કરજણ પોલીસ મથકના પી. આઈ. એમ. એસ. પટેલ, પી. એસ. આઈ. સોલંકી, તેમજ પી. એસ. આઈ. રાઠવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. શાંતિ સમિતિની બેઠકનો મુખ્ય હેતુ નગરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે પી. આઈ. મેહુલ પટેલ દ્વારા વિશેષ અપીલ કરાઈ હતી.
કરજણ નગરમાં હિન્દુ – મુસ્લિમ સંપ્રદાયના લોકો ભાઈચારાથી રહે તે બાબતે પણ પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. જેમાં કરજણના પૂર્વ નગર પાલિકા પ્રમુખ સાજનભાઈ ભરવાડ દ્વારા સેવાસદન ચોકડી પાસે સીસીટીવી કેમેરા મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી તેમજ સેવાસદન ચોકડી પાસે અવારનવાર અકસ્માતોના કેસો બનતા હોય તે હેતુથી સીસીટીવી કેમરાની માંગ કરવામાં આવી હતી.
યાકુબ પટેલ, કરજણ