Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના ગોમતીપુર વિસ્તારમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…

Share

વડોદરાના ગાજરાવાડી ગોમતીપુર વિસ્તારમાં આજે સવારે અચાનક એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર વડોદરાના ગાજરાવાડી ગોમતીપુર વિસ્તારમાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં પરિવારના મહિલા દિવાબત્તી કરતા હોય તે સમયે અચાનક જ ગેસ લીકેજ થઈ જતા ગેસ સળગાવતી વખતે ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો, જે બ્લાસ્ટની અગન જ્વાળાઓએ ઘરના ચાર વ્યક્તિઓ દાઝયા હતા. જેમાં જ્યોતિબેન વિકીભાઈ પટેલ, વૃતાંશ પટેલ તથા વિકીભાઈ પટેલ તેમજ તેમના ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલા ભારતીબેન રમેશભાઈ લીમ્બાચીયા પણ ગંભીર રીતે દાઝી જતાં તેમને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આગે અત્યંત વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને ઘરવખરીની રેફ્રિજરેટર, ટેલિવિઝન સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં આજુબાજુના મકાનોની દિવાલો પણ ધ્રૂજી ઊઠી હતી. આ બનાવના પગલે ફાયરબ્રિગેડના સ્ટાફને જાણ થતા તુરંત જ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં અન્ય પરિવારોને કોઈ જાનહાની થઈ નથી તેવું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

જાણો બ્રિટનમાં એવું શું થયું કે સેના બોલાવવા મજબૂર થયા પીએમ ઋષિ સુનક

ProudOfGujarat

તસ્કરોએ તરખાટ મચાવ્યો:* ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા, તિજોરી ન તુટતાં સ્થળ પર જ મુકી પલાયન થયા

ProudOfGujarat

31 ડીસેમ્બર અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!