Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કિશન ભરવાડના હત્યારાઓનું એન્કાઉન્ટર કરવા કોંગ્રેસના ઉપપ્રમુખએ કર્યો અનોખો વિરોધ…

Share

અમદાવાદનાં ધંધુકામાં તાજેતરમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવેલ હોય આ મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

ધંધુકાના કિશન ભરવાડની હત્યાના મામલે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા રોડ ઉપર આળોટીને સ્પંદન સર્કલથી મકરપુરા પોલીસ સ્ટેશન સુધી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશન સુધી રસ્તા પર આળોટીને કિશન ભરવાડની હત્યારાઓનું એન્કાઉન્ટર કરવામાં આવે તેવું આવેદન પાઠવ્યું છે. આ તકે કોંગ્રેસની ઉપપ્રમુખ વિનોદ શાહ જણાવે છે કે કિશન ભરવાડની 20 દિવસની બાળકી છે આ બાળકીને ન્યાય અપાવવા માટે અમો અમારી લડત ચલાવીશું, તાત્કાલિક ધોરણે કિશન ભરવાડના હત્યારાઓને પકડીને એન્કાઉન્ટર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓને અંજામ આપનાર ગઠીયો અંતે ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ભરૂચમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસની લાલઆંખ, હજારોના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ProudOfGujarat

વડતાલમાં દેવ શયની (દેવપોઢી) એકાદશીએ ૧ર કલાકની અખંડ ધૂન યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!