Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની ટ્રાયથલોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ કેમ્પ માટે ટ્રાયએથલીટ રિદ્ધિની યશસ્વી સિદ્ધિ.

Share

વડોદરાની રમત વીરાંગના ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. તે આગામી XXII કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન ધ્વારા ટ્રાયલ/કેમ્પ માટે પસંદ થઈ છે.

કોરોના મહામારી પછી આ વર્ષે રિધ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણીએ વર્ષ 2021 માં ભારતીય ટ્રાયથલોન ફેડરેશન (ITF) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યા હતા. દરેક પડકારને પાર કરીને રિદ્ધીએ પોતાની ક્ષમતા પુરવાર કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. XXII કોમનવેલ્થ ગેમ્સ અને XIX એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કરવા માટે, તે આવનાર ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં યોજાનારી શ્રેણીબદ્ધ પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લેશે. તેણી સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાતના ડીસ્ટ્રીકટ કોચ ક્રિષ્ના પંડ્યા, વિવેકસિંહ બોરાલિયા તથા ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમાર પાસે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોચિંગ લઈ રહી છે.વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચશ્રી જયેશ ભાલાવાલા એ રિદ્ધિની આ સફળતાને બિરદાવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં… અશાંત ધારો 46 વિસ્તારોમાં લાગુ જાણો ક્યાં? ઐતિહાસિક નિર્ણય…

ProudOfGujarat

ઝઘડીયા : શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીમાંથી એચસીએલ ભરેલ ટેન્કરનું મુલદ અને ગોવાલી ગામ વચ્ચે ટાયર ફાટતા ટેન્કર પલટી મારી ગયુ હતું.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વરની વૈભવ સોસાયટીમાં શંકાસ્પદ યુવાનને શિયાળુપાક ચખાડતા લોકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!