Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાના મકરપુરા મુક્તિધામમાં સુવિધાનો અભાવ તો અગવડોના ઢગલાથી મૃતકોના સ્વજનો પરેશાન.

Share

વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા એડવોકેટ શૈલેશ અમીન આ સાથે જણાવીએ છીએ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં થયેલા અસંખ્ય મૃતકોને લઇને સ્મશાન ઉપયોગ વધી ગયેલો હતો. વડોદરા શહેરનો મકરપુરા ગામવાળો વિસ્તાર ખુબ વસ્તી ધરાવતો છે અને તે વિસ્તારના લોકોની વસ્તીના પ્રમાણમાં મકરપુરા મુક્તિધામ સ્મશાન નાનું તો પડે છે પરંતુ બિલકુલ બિસ્માર હાલતમાં થઇ ગયેલું છે.

મકરપુરા મુક્તિધામ સ્મશાનમાં પ્રવેશદ્વાર પર જ ઉપરની પાણીની ટાંકી લીકેજ હોવાથી છેલ્લા કેટલાય સમયથી સ્મશાનમાં પ્રવેશતા જ અંતિમ ક્રિયામાં આવેલા લોકોના માથે પાણી પડ્યા કરે છે. આ સિવાય મકરપુરા મુક્તિધામમાં અંતિમયાત્રામાં આવેલા લોકોના વપરાશ માટે રખાયેલા સંડાસ બાથરૂમ બિલકુલ ખંડેર હાલતમાં થઇ ગયા છે અને બાથરૂમમાં જરૂર છે ત્યાં પાણીની સગવડ નથી. સ્મશાનમાં આવેલ ખુલ્લી જગ્યામાં અઢળક કચરો પડી રહેતા ગંદો ઉકરડા ઉભો થયેલો છે. આ ઉકરડો અંતિમક્રિયામાં આવેલા લોકોમાં રોગચાળો ફેલાવે તેવી પરિસ્થિતિ સર્જે છે.

Advertisement

આ સિવાય મકરપુરા મુક્તિધામમાં અંતિમવિધિ માટે જે લાકડા આપે છે તે રૂ.૧૦૦૦ ની માંગણી કરે છે અને તેની રકમમાં વધઘટ કરીને માંગણી સંતોષાય ત્યારે આધાર કાર્ડની પાછળ સહી કરીને લખી આપે છે જે સહી કરેલું આધારકાર્ડની નકલ લઇને આધારે ૬ કિલોમીટર દુર આવેલ માંજલપુર સ્મશાન પર જવું પડે ત્યારે ત્યાં બેઠલા કોઈ પરસોત્તમને સહી કરેલી આધાર કાર્ડની નકલ આપે ત્યારે તે અંતિમ ક્રિયા કરાઈ હોવાની લાકડા પાવતી આપે જે લઇને મરણ દાખલો લેવા જવાનું થાય.

સુવિધાનો તો અભાવ ઉપરથી અગવડોનો ઢગલો, અને લાકડા મેળવવાના રૂપિયા આપ્યા બાદ પણ પાવતી લેવા ૬ કિલોમીટર દુર ધક્કા ખાવા એ વડોદરા મહાનગરપાલિકાના શાસકો માટે શરમજનક છે. આપને વિનંતી છે કે તાત્કાલિક મકરપુરા મુક્તિધામ સ્મશાનમાં પ્રવેશ દ્વારમાં પડતા પાણી, તૂટેલી ફૂટેલી પાણી લાઈનો, સંડાસ બાથરૂમ, ખુલ્લામાં પડેલી ગંદકી, લાકડા પેટે લેવાતા ગેરકાયદેસર રૂપિયા, અંતિમવિધિની પાવતી લેવા ૬ કિલોમીટર દુર માંજલપુર સ્મશાનના ધક્કા આ તમામ અગવડો દુર કરવા વિનંતી નહિ તો અમારે જન આંદોલન કરવું પડશે.


Share

Related posts

ગોધરામાં પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સરદાર સરોવર નર્મદા ડેમ-એકતા નર્સરીની મુલાકાત લઇ લેસર-શો નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા નિવૃત્ત ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!