Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ સ્થિત એચ.સી.પટેલ આર્ટસ-કોમર્સ કોલેજ તરફ જતો માર્ગ બિસ્માર બનતા વિદ્યાર્થીઓને મુશ્કેલી…

Share

કરજણ સ્થિત શ્રીમતી એચ. સી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તરફ જતો માર્ગ બિસ્માર બનતા કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે. વડોદરાના કરજણમા ૯૯ ગામ પૈકી એક જ કોલેજ છે, આ કોલેજમા અંદાજિત 850 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે, 1964 મા બનેલ કોલેજ કરજણના ૯૯ ગામ પૈકી એક જ કોલેજ આવેલ છે.

એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજમા જવાના મુખ્ય માર્ગ નેશનલ હાઇવે નં.48 ની બાજુમાંથી પસાર થાય છે. એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજ જવાનો અંદાજિત દોઢ કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમા હોવાથી કોલેજ આચાર્ય દ્વારા એલ.એન્ડ ટી., ધારા સભ્યો સહિત, હાઇવે ઓથોરિટી દિલ્હી સુધી લેખિત રજુઆતો કરી હોવા છતાં હજુ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. એચ.સી.પટેલ આર્ટ્સ-કોમર્સ કોલેજના આ દોઢ કિલોમીટરના અતિ બિસ્માર મેન માર્ગથી કોલેજ કર્મચારીઓથી લઈ વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે. કરજણ એચ.સી.પટેલ આર્ટ્સ – કોમર્સ કોલેજના આચાર્ય, વિદ્યાર્થીઓની સરકાર પાસે માત્ર દોઢ કિલોમીટરના અતિ બિસ્માર મુખ્ય માર્ગ વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે એવી માગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વાગરા : પત્રકાર પર દેશદ્રોહનાં કેસ મુદ્દે પત્રકાર એકતા સંગઠન દ્વારા આવેદન પાઠવી ન્યાયિક તપાસ કરવા માંગ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેના ફતેહનગર વિસ્તારમાંથી બાઈક ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

વાપી રેલવે ઓવરબ્રિજના ડીમોલેશન બાબતે જરૂરી સૂચનો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!