Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો.

Share

વડોદરામાં માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતાં શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

વડોદરા એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.કો. રાકેશભાઈ તથા મહિપતસિંહને બાતમી મળેલ કે અલવાનાકા પાસે આવેલ પવનદૂત નગરમાં રહેતો મેહુલ દુષ્યંતરાવ ગોડસે પાસે માઉઝર (પિસ્તોલ) હથિયાર સંતાડી રાખેલ હોય અને હાલમાં તે માંજલપુર જી.આઇ.ડી.સી રોડ, સોમનાથ મહાદેવ મંદિરની સામે બેઠેલ હોય જે બાતમીના આધારે ખુલ્લા દરવાજાની જમણી બાજુમાં મેહુલ ગોડસે બેસેલ હોય જેને એસ.ઓ.જી પોલીસે ઝડપી લઈ તેની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ કિં.રૂ.20,000/-, જીવતા કારતૂસ નંગ 3 કિં.રૂ.300/-, એક વિવો કંપનીનો મોબાઈલ કિં.રૂ.5000/- મળી કુલ રૂ.25,300 નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ આરોપી સમક્ષ આર્મ્સ એકટની કલમ નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

જ્યોર્જિયાએ ભારતીય ડિઝાઈનર રોઝી અહલુવાલિયાના પરંપરાગત લહેંગામાં રેમ્પ પર અભિનય કર્યો

ProudOfGujarat

સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરની ઓ.પી.ડી. સેવાનો ભરૂચ શહેરમાં તા.૨૩મી ઓક્ટોબર ૨૦૧૮થી શુભારંભ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના પાણેથા નજીક ટ્રકે મોટરસાયકલને અડફેટમાં લેતા ચાલકને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!