Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : માસર રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

Share

વડોદરા ગ્રામ્ય દ્વારા માસર રોડ પરથી આવતી ગજેરા ગામ તરફ જતી ગાડીમાંથી પોલીસે રૂ.5,44,100 ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

વડોદરા ગ્રામ્યના ઇન્ચાર્જ પી.આઇ.સુધીર દેસાઇ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા દ્વારા પ્રોહિબિટેડ પ્રવૃત્તિ અટકાવવા માટે ગતરાત્રીના સમયે એલ.સી.બી. ની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન ચોકકસ બાતમી અને હકીકતના આધારે વિશાલ વિનુ ઠાકોર રહે.મંજુલા તા.આમોદ જી.ભરૂચને તેના કબજાની કાળા કલરની સેવરોલેટ કેપ્ટિવા ગાડી આ ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને માસર રોડ ગામ તરફથી ગજેરા ગામ તરફ જતો હોય જેને પોલીસે જોઈ જતાં રોડ ઉપર ગાડી મૂકી નાસી છૂટેલ હોય આથી પોલીસે રૂ.44,100 ની દારૂની બોટલો/પાઉચનો મુદ્દામાલ તથા કિં.રૂ.5,00,000 સેવરોલેટ ગાડી મળી કુલ રૂ.5,44,100 નો મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી વિશાલ વિનુ ઠાકોર વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : પ્રાથમિક શાળા ટુંડેલમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કરાયું વેક્સિનેશન.

ProudOfGujarat

પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત ૧ નું મોત થયા નું અનુમાન.૩૦ થી વધુ નો બચાવ….

ProudOfGujarat

ભરૂચ : મંદિર પાસે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!