વડોદરામાં ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરનાર કુખ્યાત સિકલીગર ગેંગના સભ્યને ગ્રામ્ય પોલિસે ઝડપી પાડયો છે.
વડોદરામાં જિલ્લા એલ. સી. બી. ની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ અનડિટેકટ ગુનાઓને ડિટેકટ કરવા માટે બસ સ્ટેન્ડ પાસે ડભોઇ-વડોદરા રોડ ઉપર છૂટાછવાયા વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન ચોકકસ બાતમી અને હકીકત મળેલ કે એક સિકલીગર ઈસમ કપુરાઈ ચોકડી પાસે રોડ ઉપર પાર્ક કરેલ ફોર વ્હીલ ગાડી ચોરી કરવાને ઇરાદે આંટાફેરા મારે છે જેના આધારે પોલીસ દ્વારા આ જગ્યાએથી આરોપી લખનસિંગ સેરુસિંગ ભાટિયા (સિકલીગર) રહે,હનુમાન ટેકરી, જોગણી માતાજી મંદિર પાછળ, ડભોઇ રોડ, વડોદરા ખાતે રહેતા શખ્સને ગ્રામ્ય પોલીસે ઝડપી લેતા તેની આકરી પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે આ આરોપી પાસે પેન્ટના નેફામાં ગ્રીનડિસમિસ, એક નાની કાતર, સોનાની વીંટી, કાનની બુટ્ટી કિં. રૂ.10,000/-, ચલણી નોટો રૂ.10,400/-, મોબાઈલ ફોન કિં. રૂ.3000/-, એક ફૂટ લાંબુ ડિસમિસ કિં. રૂ.100, કાતર કિં. રૂ.50 મળી કુલ રૂ.33,550 ના મુદ્દામાલ સાથે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. આ કેસમાં સંડોવાયેલ (1) ઈશ્વરસિંગ ઉર્ફે લાલસિંગ બલવીરસિંગ ઉર્ફે બલ્લુ ભાટિયા (સિખલીગર) (2) સીતુસિંગ સિકનસિંગ ટાંક (સિખલીગર) નાઓ ભાગેડુ આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. પકડાયેલા આરોપીના પોલીસે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના 11 જેટલા અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કર્યા છે. તેમજ આરોપી લખનસિંગ ભાટિયા આ અગાઉ પણ મિલકત સંબંધી ગુના બાબતે પાસા એકટ હેઠળ રાજકોટ તથા જામનગર જિલ્લા જેલમાં સજા કાપી આવેલ છે. હાલ વડોદરા ગ્રામ્ય દ્વારા આરોપીની સધન પૂછપરછ કરવામાં આવેલ છે અને વધુ મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે.