વડોદરા: દેશમાં વધી રહેલા આપઘાતના બનાવો, રોડ સેફ્ટી અને મહિલાઓની સુરક્ષા સહિતના મુદ્દે લોકોને જાગ્રૃત કરવા ભારત ભ્રમણે નીકળેલી વડોદરા અને પટણાની બે યુવતીઓ આજે વડોદરા આવી પહોંચી હતી. શહેરના સમા ખાતેની સ્કૂલમાં તેઓનું સ્ટુડન્ટો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત ભ્રમણે નીકળેલી આ યુવતીઓ નાગાલેન્ડમાં નકસલીઓના સંકજામાં આવી ગઇ હતી. જોકે તેમને એક સ્થાનિક માનવતાવાદીએ બચાવી હતી.
બંને યુવતીઓનું છે દેશની સેવાનું સપનું
દેશમાં પ્રથમ નાની ઉંમરમાં ભારત ભ્રમણે એકજ મોટર સાઇકલ ઉપર નીકળેલી બે યુવતીઓ પૈકી એલબી જોલી વડોદરાની છે. અને હર્ષા મિશ્રા પટણાની રહેવાસી છે. એલબીને ડિફેન્સ ફોર્સમાં જવાની ઇચ્છા છે. જ્યારે હર્ષા આઇ.એ.એસ. બનવા માંગે છે.
લખનઉથી હજારો કિ.મીનું અંતર કાપી વડોદરા આવી પહોંચી યુવતી
લખનઉથી વડોદરા સુધીના હજારો કિ.મી. કાપીને વડોદરા આવી પહોંચેલી એલબી જોલી અને હર્ષા મિશ્રાનું સમા ખાતેની ઉર્મિ સ્કૂલમાં સ્ટુડન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.31-7-018ના રોજ લખનઉથી આત્મવિશ્વાસ સાથે નીકળેલી સાહસી યુવતીઓએ જણાવ્યું હતું કે, માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ, મુશ્કેલીઓથી ડરી જઇએ તો અમારું ધારેલું મિશન પૂર્ણ થશે નહિં. અમને માર્ગમાં સારા વ્યક્તિઓ પણ મળ્યા છે. એથી વધારે અમે યુવતીઓ હોવા છતાં અમારી સાથે કોઇ અજુગતી ઘટના બની નથી. આથી અમે ચોક્કસ કહીશું કે, ભારત દેશમાં મહિલાઓ સુરક્ષીત છે…સૌજન્ય DB
લોકોમાં જાગ્રૃતિ ફેલાવવા ભારત ભમ્રણે નીકળેલી બે યુવતીઓ વડોદરા આવી પહોંચી..જાણો વધુ
Advertisement