વડોદરાના અટલાદરામાં સનફાર્મા રોડ પર હિન્દુ સોસાયટીની વચ્ચે આવેલ એક પ્લોટને મુસ્લિમ લઘુમતી સમાજ દ્વારા ખરીદી કરવામાં આવતા આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા વડોદરા કલેકટર સમક્ષ લેખિત પત્ર પાઠવી અશાંત ધારા અંતર્ગત અહીં લઘુમતી સમાજને સોસાયટીની બાંધકામની મંજૂરી ન આપવાની રજૂઆત કરાઇ છે.
આજે વડોદરાના અટલાદરા વિસ્તારના શ્રી હરી બંગલોઝ અને શ્રી હરિ રેસીડેન્સીના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના સોસાયટીના રહેવાસીઓ દ્વારા વડોદરા કલેકટર સમક્ષ શ્રી હરી બંગલોઝ અને શ્રી હરિ રેસીડેન્સીની વચ્ચે આવેલા સર્વે નંબર 172 અને 174 ખાલી પ્લોટમાં હુસેનની પાર્ક નામની સોસાયટીનું બોર્ડ મારવામાં આવ્યું છે જેને અહીંથી દૂર કરવામાં આવે તેમજ આ વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી હિન્દુ લોકો વસવાટ કરે છે આથી આ વિસ્તારની બાજુના પ્લોટમાં હુસેની પાર્ક નામની સોસાયટીનું બાંધકામ કલેકટર દ્વારા અટકાવવામાં આવે અને આ બોર્ડને ઉતરાવી લેવાડાવી તેમજ ભય ફેલાવતા તત્વો સામે કડકમાં કડક પગલા લેવાની આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા માંગણી કરવામાં આવેલ છે.
વડોદરા : શ્રી હરી બંગ્લોઝ – રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા લઘુમતી સમાજની સોસાયટીના બાંધકામને અટકાવવા કલેકટર સમક્ષ માંગણી.
Advertisement