આગામી દિવસોમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજુ થનાર બજેટને લઈને આજે જિલ્લા પંચાયત વડોદરા ખાતેના ચિંતન કક્ષમાં કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં બજેટ તૈયાર કરી સામન્ય સભામાં રજુ કરવાના વિષય પર ચર્ચા થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત વડોદરાના સને ૨૦૨૧-૨૨ નું સુધારેલ ૨૯ કરોડનું બજેટ તૈયાર કરાયું છે અને ૨૦૨૨-૨૩ ના વર્ષનું સ્વભંડોળ ૨૬ કરોડનું અંદાજપત્ર તૈયાર કરી સામાન્ય સભામાં મુકવામાં આવશે. આજે મળેલી બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ રાજેદ્ર પટેલ સાથે ઇન્ચાર્જ સચિવ જીલ્લા વિકાસ અધિકારી તેમજ સભ્યો હાજર રહ્યા હતા. કારોબારી બેઠકના અંતે સમિતિના અધ્યક્ષ રાજેદ્ર પટેલે વધુ વિગત આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં મહિલા સભ્યો પતિ પણ હાજર રહેતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો જેના પર પ્રતિક્રિયા આપતા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને પારદર્શકતા માટે તેમને બેઠકમાં બેસાડ્યા હોવાનું જણાવ્યું હતું.