પ્રાપ્ત ઘટના સંબધી વિગતો અનુસાર નારેશ્વર ખાતે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા માટે યાત્રિકોની સગવડ માટે નારેશ્વર રંગ અવધૂત મંદિરની બાજુમાં પગથિયાં બનાવવામાં આવ્યાનું કહેવાય છે. જ્યાં પગથિયાં પર રંગ અવધૂત મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાને ગત રાત્રિનાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરાયાંની ઘટના પ્રકાશમાં આવતાં લોકોમાં ચોંકી ઉઠ્યા હતા. સદર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. મૂર્તિ ખંડિત કરવાની ઘટનાને પગલે શ્રદ્ધાળુ ભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી જવા પામી હતી.
યાકુબ પટેલ, કરજણ
Advertisement