વડોદરામાં ભાડેથી ગાડીઓ રાખી ભાડું તથા ગાડી પરત ન કરનાર આરોપીને પોલીસે ઝડપી લઇ પાંચ ગાડીઓની રિકવરી કરી રૂપિયા ૨૬ લાખનો મુદ્દામાલ પોલીસે મેળવ્યો. વડોદરા શહેર પાણીગેટ પોલીસ વિસ્તારના પી.આઈ કે પી પરમાર દ્વારા ગાડીઓ ભાડેથી રાશિ અને ભાડું ન આપનારને પકડી પાડવા સ્ટાફને જરૂરી સૂચનો આપવામાં આવેલ હોય જેમાં આરોપી દિવ્યરાજ વિજય સિંહ ચૌહાણે પાંચ ગાડીઓ ભાડે રાખેલો હોય અને ભાડું ન ચૂકવતા હોય તેમજ ગુનાના કામે આરોપી સતત નાસતો ફરતો હોય જેને પાણીગેટ પોલીસના સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ મદદથી ઝડપી પાડયો છે. આરોપીઓની આકરી પૂછપરછ કરતા તેની પાસેથી કુલ પાંચ ફોરવ્હીલ ગાડી હોવાનું કબૂલ્યું છે જેમાં મારુતિ સુઝુકીની 3 ઇકો કાર કિંમત રૂ.9 લાખ અને ટોયોટા કંપનીની એક ફોરચુનર ગાડી કિંમત રૂપિયા 1200000 તેમજ મારુતિ સુઝુકી કંપની એક અટીકા ગાડી કિંમત રૂ 500000 પોલીસે કબજે કુલ રૂપિયા ૨૬ લાખનો મુદ્દામાલ રિકવર કરી આરોપી સમક્ષ પાણીગેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વડોદરા : ગીરવે મુકેલી ગાડીઓ પરત ન કરતા શખ્સને ઝડપી લઇ રૂપિયા ૨૬ લાખનો મુદ્દામાલ રિકવર કરતી પાણીગેટ પોલીસ.
Advertisement