Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલ કારમાં આગ લગાવનાર ઇસમ ઝડપાયો.

Share

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ધારાસભ્યની કારમાં આગ લગાડનાર ઇસમને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ. આ અંગે વિગતે જોતા ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી ઇનોવા ગાડીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટનામાં અગાઉ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ બહાર આવી રહ્યું હતું. જોકે, કારના ડ્રાઇવરે આપેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા કારને સળગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કારમાં આગ લગાવનાર આરોપી હનીસ મોહમ્મદ હનીફ દારૂવાલાને ઝડપી પાડયો છે. ધારાસભ્યની કારના ડ્રાઇવર ગૌરવ પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ગુનાવાળી જગ્યા તથા આજુબાજુ લાગેલ સીસીટીવી કેમેરાની ફુટેજો મેળવી ફુટેજોનું બારીકાઈથી નીરીક્ષણ કરી સીસીટીવી ફુટેજ આધારે આરોપીની ઓળખ કરી અંગત બાતમીદારો રાહે હકિકત મેળવી આરોપી નામે મોહંમદઅનીશ મોહંમદહનીફ દારૂવાલા ઉ.વ ૪૪ રહે. દારૂવાલા મેન્શન મોગલવાડા વાડી વડોદરા શહેરનાને ગણતરીના કલાકોમાં શોધી ધરપકડ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

વડોદરામાં વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ ખાબકયો.

ProudOfGujarat

વરજાખણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : બ્રહ્મ સમાજ દ્વારા અગ્રણી ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન જે.જે શુકલાનું કરાયું સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!