Proud of Gujarat
FeaturedGujaratINDIA

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

Share

અમદાવાદના ધંધુકામાં તાજેતરમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરાના ભરવાડ સમાજ દ્વારા બાઇક રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવાયું છે.

આજે વડોદરામાં ધંધુકાની ઘટનાના પગલે માલધારી સમાજ દ્વારા એલ એન્ડ ટી સર્કલથી મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હિન્દુ સંગઠન દ્વારા કલેકટર સમક્ષ પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે માલધારી સમાજના યુવાન પર થયેલી હત્યાના મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી અને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ તકે માલધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિસાવદર તાલુકાનાં જેતલવડ ગામ પાસે મહિલાની હત્યા પોતાનાં સગાભાઈ દ્વારા કરવામાં આવી.

ProudOfGujarat

આજથી 27 દિવસ સુધી આ લોકોને જ થશે ફાયદો! જાણો.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનાં કેસો સતત વધતા તંત્રની ચિંતા વધી, કોવિડ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો આંકડો 504 પર પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!