Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા મહાનગરપાલિકાનું 3833.49 કરોડનું કર-દર વિનાનું બજેટ રજૂ કરાયું.

Share

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું 3833.49 કરોડનું કર-દર વિનાનું ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. આગામી સમયમાં જરૂરી સુધારા વધારા સાથે ડ્રાફ્ટ બજેટ મજૂરી માટે સામાન્ય સભામાં મુકવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું ડ્રાફ્ટ બજેટ મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. સાથે સાથે વર્ષ 2021-22 નું રિવાઇઝ બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. અનુમાન મુજબ 3833.49 કરોડનું કર-દર વિનાનું ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1330 કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતા.

Advertisement

વડોદરા શહેરની પ્રાથમિક જરૂરિયાતના વિકાસ કામોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ગ્રીન વડોદરા અને સેફ વડોદરાની દિશામાં મહાનગરપાલિકા આગળ વધશે. ડ્રાફ્ટ બજેટમાં 2826 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. તો 2600 કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. 1158 કરોડ મહાનગરપાલિકા પાસે રિવાઇઝ બજેટમાં છે. તો તમામ આવક અને ખર્ચ બાદ બજેટને અંતે પાલિકા પાસે 928 કરોડ બચવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે ઇન્ટિગ્રેટેડ પ્લાન તૈયાર કરાયો છે. તેનો ખર્ચ 900 કરોડ છે. આ માટે કેન્દ્ર સરકારમાંથી નજીવા દરે લોન મળે તે માટે મહાનગરપાલિકાએ પહેલ કરી છે. આ ઇન્ટિગ્રેટેડ પ્લાન આગામી 45 વર્ષને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વધતા જતા એર પોલ્યુશન ઉપર કંટ્રોલ મેળવવા માટે ચાર સ્થળ ઉપર એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે. જેમાંથી એક એર મોનીટરીંગ સ્ટેશન આ વર્ષે સ્થાપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાનું ધ્યાનમાં રાખી ચાર સ્થળે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર શહેર ખાતે અગ્રવાલ સમાજ દ્વારા સદભાવના રથનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરઃ સારંગપુર ગ્રામ પંચાયતનાં સરપંચ અને તલાટી લાંચ લેતાં ACBના હાથે ઝડપાયા

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામની સીમમાંથી એક અવાવરુ કુવારીમાંથી પાંચ ફૂટ લાંબો અજગર રેસ્કયુ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!