આજે 73 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વડોદરામાં ઠેર-ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરામાં સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીના ગાર્ડનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી યોગા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય યુનિફોર્મ સાથે કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીતનું ગાન કર્યુ હતું. આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા 26 જાન્યુઆરી નિમિત્તે 26 વખત સૂર્યનમસ્કાર કરવામાં આવ્યું હતું. આ બધી પ્રવૃત્તિ કરાવવા આવતા યોગ શિક્ષકએ પણ પોતાનો સમય ફાળવી સવારથી હાજર રહી બધું સંચાલન કર્યું હતું.
Advertisement