તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ, ૨૨૦ મી ઉજવાયેલ શ્રીસ્વામિનારાયણ મહામંત્ર જયંતિના શુભ અવસર પર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, ગુજરાત ખાતે અમારા પૂ.ગુરુજી ૫. પૂ. સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ વર્ચ્યુઅલ ધૂન ગવરાવી હતી જેમાં 60,990 ભક્તોએ 64 મિનિટ સુધી ભગવાનને રાજી કરવા માટે ધૂન / મંત્રોચ્ચાર કર્યા હતા. વિશ્વમાં પહેલીવાર આ રીતે ધૂન બોલાવવા બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળેલ છે.
તેમજ એ જ દિવ્ય પ્રસંગને અનુલક્ષીને સ્વામિનારાયણ મહામંત્રની 220 મી જયંતી નિમિત્તે અહિ શ્રી સ્વામિનારાયણ મંદિર કરેલીબાગ – વડોદરામાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રી સ્વામિનારાયણના બાલ સ્વરૂપ શ્રીઘનશ્યામ મહારાજને પ્રસન્ન કરવા માટે ભાવિક ભક્તોએ પોતાના હાથથી લખેલા ૩,૩૩,૩૩૩ સ્વામિનારાયણ મહામંત્રો વાળા વાઘા ધરાવવામાં કરવામાં આવ્યા હતા. ૩૦ જેટલા ભક્તો સતત પ દિવસ સુધી આ દિવ્ય શણગાર તૈયાર કરવામાં પરમ શ્રદ્ધાથી જોડાયા હતા. આ ભક્તિભાવ પૂર્ણ સમર્પણને એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્ માં સ્થાન મળેલ છે. આ દિવ્ય વાધાના આજે આપણને મંદિરમાં દર્શન થઈ રહ્યા છે તે આપણા અહો ભાગ્ય છે. આ વિશ્વવવિક્રમ દ્વારા શ્રીસ્વામિનારાયણ ભગવાનનો સર્વ જીવ હિતાવહ સંદેશો એવ દિવ્ય દર્શન જન-જનને થાય એ જ અમારા પૂ.ગુરુજીની હાર્દિક ભાવના છે.
વડોદરામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ વિશ્વવિક્રમ સમારોહ – ૧ યોજાયો.
Advertisement