વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની આજરોજ વરણી કરવામાં આવેલ છે. જેમાં ભાજપાના પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે હિતેશ પટની વરણી કરાઇ છે અને ઉપાધ્યક્ષ તરીકે ડોક્ટર હેમાંગ જોશીની વરણી કરવામાં આવી છે.
આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે કોઈ વડોદરા શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વિપક્ષના સભ્ય નથી તેઓ બનવા પામ્યો છે. વિપક્ષના સભ્ય છે નહીં તેમજ ૧૪ સભ્યોના બોર્ડમાં સભ્યો અત્યંત ઉચ્ચ કક્ષાના છે, તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યોમાં તેમજ શિક્ષણમાં કેવી રીતે સારી સવલતો પ્રાપ્ય થાય તેમજ નવા અભિગમ સાથે આધુનિક શિક્ષણ એ સારુ શિક્ષણ નહીં દેશ વ્યાપી શિક્ષણ નહીં પરંતુ વિશ્વવ્યાપી શિક્ષણ બને તેવા સંકલ્પ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટેલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. વડોદરામાં તેઓની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે નિમણૂક થતા નિમણૂકને વડોદરા શહેરના વિજય શાહ, મૈયર કેયુર, સાંસદ રંજન ભટ્ટ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મનીષા વકીલ, જીતુભાઈ સુખડિયા, રાકેશ પટેલ, સીમાબેન મોહિલે સહિતના ભારતીય જનતા પાર્ટીના મંત્રીમંડળ આ નિમણૂકને આવકારી છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની સર્વાનુમતે કરાઇ વરણી.
Advertisement