કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાને વિખેરી નાંખી તેના સ્થાને નેશનલ મેડિકલ કાઉન્સિલ અમલી બનાવવા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના વિરોધમાં આજે ડોકટરોએ હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે સમગ્ર ભારતમાં બ્લેક ડે મનાવ્યો હતો.
સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને વિખેરી નાખી અને નેશનલ મેડિકલ કાઉન્સિલને અમલમાં લાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે.
જેમાં ઇન્ડિયન મેડિકલ એશો. દ્વારા તેનો ભારતભરમાં વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. આજે દેશ ભરના ડૉકટરો દ્વારા સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કોઇપણ હોસ્પિટલમાં કામગીરી કરવામાં નહીં આવે. માત્ર ઇમરજન્સી સેવાઓ જ પુરી પાડવામાં આવશે.
આજે શહેરમાં આશરે 2500 જેટલા તબીબો કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યના 25,000 કરતા વધુ ડોકટર્સ હડતાળમાં જોડાયા હતા. જેમાં સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોના ડોકટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌજન્ય