બેંક ઓફ બરોડામાંથી નજર ચૂકવી રોકડ રકમ રૂ.80,000/- ની ચોરી કરતા આરોપીને ગાંધીનગરથી ઝડપી લઈ મુદ્દામાલ રિકવર સીટી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ વડોદરાએ કર્યો છે.
વડોદરામાં માંડવી બેંક રોડ બેંક ઓફ બરોડમાંથી એક સિનિયર સીટીઝનની નજર ચૂકવી રૂ.80,000/- ચોરી કરેલ હોય તેમજ એક ઓટો રિક્ષા કિં. રૂ. 50,000/- બે મોબાઈલ ફોન કિં. રૂ. 6000/- મળી કુલ કિં. રૂ. 1,36,000 નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ (1) સાનુહસન નવિશેર દીવાન રહે. ગણેશ નગર ત્રણ રસ્તા, ડભોઇ (2) રણજીત રામપ્રસાદ બાવરી રહે. ઘ-4 પાસે ગાંધીનગરને પોલીસે બાતમીના આધારે બંને આરોપીની સધન પૂછપરછ કરી ગાંધીનગર ખાતેથી ઝડપી લઈ મુદ્દામાલ રિકવર કરી બંનેની ધરપકડ કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Advertisement