વડોદરામાં કોરોના કેસની સંખ્યા વધતી જાય છે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે અને દર્દીઓને પહોંચી વળવા તંત્ર દ્વારા તમામ વિભાગો સજ્જ કરવામાં આવ્યા છે.
વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. એસ.એ.જી હોસ્પિટલમાં 575 બેડની વ્યવસ્થા કરાઇ. જેમાં આઇ.સી.યુ., વેન્ટીલેટર, ઓક્સિજન લાઇન સહિતની સુવિધાઓની હાલ તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ હોસ્પિટલના તબીબી અધિકારીઓ દ્વારા ચકાસણી અને સમીક્ષા કરાઇ હતી જેમાં બેડ, વેન્ટીલેટર, ઓક્સિજન લાઇન સહિતની સુવિધાઓની ચકાસણી કરાઇ. હાલના સમયે એકથી છ માળમાં જનરલ દર્દીઓ દાખલ હતા તેઓને સર્જીકલ વોર્ડ અને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તેમજ મેડિકલ નર્સિંગ હોમ અને વોર્ડ નંબર 12 માં દાખલ મેડિસિન વિભાગના દર્દીઓને પણ સર્જીકલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે જેથી કોરોનાના દર્દીઓને સારી રીતે આઇ.સી.યુ.માં વેન્ટીલેટર અને ઓક્સિજનની સુવિધા પ્રાપ્ત થઈ શકે. હોસ્પિટલમાં જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ દર્દીઓને મળી રહે તે માટે હોસ્પિટલના તબીબી અધિકારીઓ દ્વારા ચકાસણી કાર્યો હાથ ધરવામાં આવ્યું હતું.