Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો ઇસમ ઝડપાયો.

Share

આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી ક્રિકેટ મેચ અંગે સટ્ટો રમતા સટોડીયા ઝડપાયા હતા. જેમની પાસેથી રૂ. 10.41 લાખ કરતા વધુ રકમ જપ્ત કરવામાં આવી હતી.

વડોદરા શહેર, પીસીબી, કમીશ્નર એ વડોદરા શહેરમા પ્રોહીબિશનતથા જુગારની બદી નાબુદ કરવા માટેની સૂચના કરેલ હોય જે સૂચના આધારે આજરોજ પીસીબીના પોલીસ ઇન્સ્પરેટર જેજે પટેલને મળેલ બાતમીના આધારે માંજલપુર ઈવા મોલ સામે આવેલ ખુલ્લા પાર્કીંગ ગ્રાઉન્ડમાં ક્રેટા ફોરવ્હીલ કારમાં સાઉથ આફ્રિકા વિ. ભારત વચ્ચે રમાતી વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન હારજીતનો સટ્ટો રમતા જતીન મકવાણાને કીમત રૂપિયા ૧૦,૪૧,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં જતીન ઇર્ફે ભુરો મનસુખભાઇ મકવાણા રહે. રામેશ્વર મંદીરની બાજુમાં આર્યુવેદીક ત્રણ રસ્તા પાસે વડોદરા, વોન્ટેડ આરોપીઓમાં (1) તેજસ રહે. અમદાવાદ (2) નીવીદ શાહ રહે. માંજલપુર વડોદરા (3) સચિન રહે, દાંડીયા બજાર વડોદરા (4) દિપક ઉર્ફે મુન્નો મકોડી પટેલ રહે. વાડી વડોદરાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

આ છે 9 જૂનની પાંચ ભાગ્યશાળી રાશિઓ, શું તમારી રાશિ આ લકી યાદીમાં છે?

ProudOfGujarat

કરજણ ટોલ ટેકસ ઉપર નવા નિયમો જાહેર કર્યા.

ProudOfGujarat

હવે ઝાડું ની જગ્યા એ મશીનો આવી ગયા છૅ, આપ બધા સમજી ગયા હશો,ભરૂચ ભાજપ ના ઉમેદવાર મનસુખ વસાવા નું નિવેદન ચર્ચામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!