વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, હાલ ગર્લ્સ હોસ્ટેલમાં ટેસ્ટિંગ દરમ્યાન એક વિદ્યાર્થીની બેભાન થઈ જતા અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ મચી ગયો હતો.
વડોદરામાં કોરોના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે તેવા સંજોગોમાં એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો હોય તેવી રીતે કોરોનાના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે તેવા સંજોગોમાં હાલના સમયમાં એમ.એસ.યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હાલ ગર્લ્સ હોસ્ટેલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે તેમાં 73 વિદ્યાર્થિનીઓનું ટેસ્ટિંગ કરાતાં 10 વિદ્યાર્થીનીઓ પોઝિટિવ આવી હતી. આ કોરોના ટેસ્ટિંગ દરમિયાન એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીનીઓના કોવિડ ટેસ્ટ થતાં જોઈને બેભાન થઈ જતા દોડધામ મચી જવા પામી હતી અને ઢળી પડેલી વિદ્યાર્થિનીને પાછી ભાનમાં લાવવા માટે ડોક્ટરો અને એમ.એસ.યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના સંચાલકોએ તાબડતોબ પ્રયત્નો હાથ ધર્યા હતા, તો બીજી તરફ અન્ય વિદ્યાર્થિનીઓમાં કોરોના ટેસ્ટને લઈને ફફડાટ વ્યાપી ગયો હતો.