Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં આસિમની સારવારમાં ડૉક્ટરોએ મેળવી સફળતા.

Share

બાળકને એનો પરિવાર મરણતોલ માંદગીની હાલતમાં, ડૂબતો તરણું ઝાલે તેમ છેલ્લા ઉપાય તરીકે સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં લઈને આવ્યો હતો. શરીરમાં હદય ધબકતું હતું બાકી અંગોમાં જાતે હલનચલન કરવાની કોઈ ચેતના જ ન હતી. એવો ગોધરાનો આસીમ ગઈકાલે લગભગ સાડા ચાર મહિનાની મેરેથોન સારવારથી ઘણો બધો સાજો થઈને પરિવાર સાથે ઘેર જવા વિદાય થયો ત્યારે સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં કર્મયોગની સફળતાનો આનંદ વ્યાપી ગયો હતો. ભાવ સભરતાના વાતાવરણમાં નિવાસી તબીબો ખુશાલીના પ્રતિક સમી કેક લઈ આવ્યા અને જે આસીમ આવ્યો ત્યારે પોતાના હાથની આંગળીઓ હલાવવા પણ જાતે સક્ષમ ન હતો, તેણે શુભેચ્છાના પ્રતિક સમાન કેક કાપી સૌએ મોઢાં મીઠા કર્યા અને પછી પરિવાર સૌને દુઆ દેતો ગોધરાના ઘર તરફ રવાના થયો હતો. આ બાળક આંચકી આવવાની સામાન્ય જણાતી ઘટનામાંથી એન્કેફેલોમાયલાઈટિસ નામની ચેતાતંત્ર, મજ્જાતંત્રની અતિ અસામાન્ય બીમારીનો ભોગ બન્યો હતો.

બાળ સારવાર વિભાગના વડા અને પ્રા. ડો.શીલા ઐયર કદાચ ગુજરાતના ખૂબ અનુભવી બાળ રોગ ચિકિત્સકો પૈકીના એક છે. તેમની ૩૩ વર્ષની લાંબી કારકિર્દીમાં ઉપરોક્ત રોગની સારવારની આ પ્રથમ ઘટના હતી તેના પરથી આ બિમારીની અસાધારણતાનો અંદાજ બાંધી શકાય. સાડા ચાર મહિનાના ઈલાજ પૈકી મોટા ભાગનો સમય આ બાળકને વેનટીલેટર પર રાખવો પડયો. જોકે તબીબોની ધીરજ અને પરિવારજનોનો સારવારમાં વિશ્વાસ રંગ લાવ્યો અને ગઈકાલે આનંદ ઉત્સવના માહોલમાં આસીમને જ્યારે સૌએ વિદાય આપી ત્યારે જાણે કે બાળ સારવાર વિભાગના વાતાવરણમાં સબસે ઊંચી પ્રેમ સગાઈના ભાવગીતના શબ્દો ગુંજતા હતા!!

Advertisement

Share

Related posts

વાંકલ : સસ્તા અનાજની દુકાનમાંથી મળી આવ્યા ભેળસેળવાળા પ્લાસ્ટિકના જેવા ચોખા…

ProudOfGujarat

“લોકશાહી બચાવો”ની માંગ સાથે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન યોજાયુ.

ProudOfGujarat

નવસારી ના કુરેલ ગામે પંદરમો દીપડો પકડાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!