સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજને મારવાનો ટૂંક સમય પહેલાં મામલો સામે આવ્યો હતો, અત્યાર સુધી સેવક અનુજ અજ્ઞાત વાસમાં હતા આજે બહાર આવી અને તાલુકા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપી મીડિયા સમક્ષ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.
આજે સોખડા સ્વામિનારાયણ મંદિરના અનુજ જનતા સમક્ષ આવ્યા હતા અને તાલુકા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે મારે કાયદેસરની કાર્યવાહી કરવી છે મંદિરમાં ગાદીપતિને લઇ સંતો અને સેવકોના બંનેના જૂથ પડી ગયા છે. પોલીસ કાર્યવાહીથી મને કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી, પોલીસ સુરક્ષાની હાલમાં કોઈ જરૂરિયાત ઉદ્ભવી નથી પરંતુ જો ઉદ્ભવશે તો પોલીસ હંમેશા મારી સાથે છે તેવું કહેલું છે તેમજ વધુમાં જણાવે છે કે મંદિરમાં ગાદીપતિને લઈને બે જૂથ પડયા છે જેમાંથી મને પ્રબોધ સ્વામી પ્રત્યે વધુ પડતું હોવાથી મને માર મારવામાં આવ્યો હતો. પ્રબોધ સ્વામીના જીવને પણ જોખમ હોય તો હું તો એક નાના પાયાનો સેવક છું આથી મારા જીવને મારી જાનને ખતરો છે. હું હાલના સંજોગોમાં કોઈને દોરવણી મુજબ કાર્ય નથી કરતો હું ખુદ છું કે હવે જે કંઈ પણ કાર્યવાહી થાય તે સમગ્ર પણે કાયદેસરની કાર્યવાહી થાય આથી હું આજે સામે આવી અને પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું છું. હાલના સમયમાં હું મંદિરની બહાર છું આથી મંદિરમાં જે કંઈ પણ વાતો ચાલતી હશે તેની મને કોઇ જાણ નથી અને આગામી સમયમાં નવા ગાદીપતિ કોણ બનશે તેના જવાબમાં જણાવે છે કે નવા ગાદીપતિનો નિર્ણય તમામ સેવકો મળીને લેશે જે યોગ્ય હશે તે આગામી સમયમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ બનશે.