કોરોનાની ત્રીજી લહેર આવનાર હોય તેવામાં વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐયર એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હાલના સમયમાં હોસ્પિટલનો સ્ટાફ ઓછો હોય અને દર્દીઓનો ધસારો વધુ પડતો હોય આથી કામગીરીમાં તકલીફ પડે છે.
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાલના સમયમાં પંચમહાલ અને છોટાઉદેપુરના દર્દીઓને પણ સારવાર આપવામાં આવે છે પછી એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને ડોક્ટર રંજન ઐયરે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલના સમયમાં વર્ગ-૩ અને ૪ ના સ્ટાફની ખૂબ જ અછત છે વર્ગ-૩ અને ૪ નો સ્ટાફ વધારવાની તાતી જરૂરિયાત છે. ઘણી વખત તમારા હેલ્થ વર્કરો પણ પોઝિટિવ થતા હોય છે જેના કારણે પણ સ્ટાફ ઓછો થઈ જાય છે તેમજ બહારના દર્દીઓને અહીં રીફર કરવામાં આવે છે આથી દર્દીઓનો ભારે ઘસારો રહે છે જેના કારણે ઘણી તકલીફ પડે છે. દર્દીઓના ઘસારા સામે સ્ટાફની અછત વર્તાય છે. હાલના સમયમાં અમે ત્રીજી બેચને સ્ટાફ નર્સ મેડિકલ ઓફિસર સહિતની છ દિવસની ટ્રેનીંગ આપેલી છે જેથી કોરોના કાળમાં દર્દીને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી તેની કાળજી રહે તેમજ બહારના દર્દીઓએ સાવચેતી જાળવી વગર હોસ્પિટલમાં પ્રવેશના કરવો તેમજ જરૂર વગર હોસ્પિટલમાં આવવું નહીં તાજેતરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સેમ્પલ લઇ અને ટેસ્ટિંગ માટે મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે તેમજ અહીં કોવીડ કેરમાં દર્દીઓનો ખૂબ જ ઘસારો રહે છે આથી સ્ટાફ વધારવા માટે અમો પ્રયત્નશીલ છીએ.