વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખૂબ નોંધપાત્ર કામગીરી કરી હતી. વડોદરા શહેરના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓ – કેદીઓને શોધી કાઢવાની સુચના CP ડો.શમશેર સિંધ તથા એડી સી પી ચિરાગ કોરડીયાના તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ DCP તથા ACP ડી.એસ, ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.એ.જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધીકારી તેમજ કર્મચારીઓ આ અંગે સતત પ્રયત્નશીલ રહેલ. ભરૂચ તથા અંકલેશ્વર ખાતેના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખુન, ચોરી અને છેતરપીંડીના ગુનાઓમાં વર્ષ ૨૦૨૧ માં પકડાયેલ આરોપી નામે અનિલ ઉર્ફે માઇકલ અરવિંદભાઇ વસાવા ( સલાટ ) ઉ.વ.૩૪ રહે નવાદિયા, ટેકરીફળીયુ તા – અંકલેશ્વર જી – ભરૂચને ભરૂચ જેલમાથી કાચા કામના કેદી તરીકે તા -૨૪/૦૯/૨૦૨૧ ના રોજ વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ અને કેદીને તા-૧૨/૦૧/૨૦૨૨ ના રોજ ખેંચ આવતી હોય વડોદરા ખાતેની એસ.એસ.જી હોસ્પિટલ તાત્કાલિક વોર્ડ નંબર -૨૦ માં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતો. આરોપીને પોલીસ જાપ્તા હેઠળ સારવાર ચાલી રહેલ હતી જે દરમ્યાન તા-૧૬/ ૦૧/૨૦૨૨ ના રોજ કેદીને બાથરૂમ માટે ફરજ પરના પોલીસ કર્મચારી લઇ ગયેલ અને કેદી ત્યારબાદ ભાગી જઇ ફરાર થઇ ગયેલ અને કેદીની તપાસ કરવા છતા નહિ મળી આવતા કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર થવા બાબતે તથા ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓએ બેદરકારી દાખવેલ હોય જેથી તમામ સામે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ પોલીસ જાપ્તામાથી ભાગી જનાર કેદી અનિલ ઉર્ફે માઇકલ વસાવાનાનો ખુન, ચોરી અને છેતરપીંડીના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોય ફરાર થયેલ કેદીને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તેમજ કર્મચારી તથા રાવપુરા પોલીસ સ્ટેશનનાઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સ આધારીત તથા તેના સગા વ્હાલાના રહેણાંક સ્થળો ઇડર, અમદાવાદ, ધોળકા, અંકલેશ્વર, ભરૂચ તથા વાલીયા ખાતે તપાસ શરૂ કરેલ અને સદર ફરાર આરોપી મુળ ભરૂચ જીલ્લાનો રહીશ હોય અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલ તથા તેઓની ટીમે ભરૂચ જીલ્લા ખાતે તપાસમાં હતા જે દરમ્યાન ફરાર થયેલ કેદી વાલીયા ખાતે છુપાયેલ હોવાની માહિતી મળતા સદર આરોપીને રાત્રીના સમયે ભરૂચ જીલ્લાના વાલીયા ખાતેથી આબાદ રીતે શોધી કાઢી વડોદરા શહેર ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે રાવપુરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અંકલેશ્વર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૨૮૩ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૨ મુજબ અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૨૮૭ / ૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ તેમજ ભરૂચ શહેર ” એ ” ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૨૨૮૪૪૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબના ગુનામાં સંડોવાયેલ છે.
વડોદરાની સયાજી હોસ્પીટલમાંથી સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી નાસી જનાર કેદીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
Advertisement