વડોદરામાં કોરોનાને કારણે એક સગર્ભા મહિલાનું મોત થયું છે.આ મહિલાની ઉંમર માત્ર 25 વર્ષની હોય અને બાળકને જન્મ આપ્યા બાદ મહિલાનું મૃત્યુ થયું છે. આ મહિલા કોરોના સંક્રમિત હોય અને પ્રસૂતિ કરવાની હોય પ્રસૂતિ બાદ મહિલાનું મોત થયું.
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત સગર્ભાનું બાળકને જન્મ આપ્યા બાદ મોત નિપજ્યું છે. વડોદરામાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે તેવામાં એક 25 વર્ષની સગર્ભા મહિલા કોરોના સંક્રમિત થઈ હતી આ મહિલા હાલોલની હોવાનું ગોત્રી હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું છે. આ મહિલા કોરોના સંક્રમિત થયા હતા અને પ્રેગ્નન્સીનો પૂર્ણ સમય થઈ ગયો હોય જેના કારણે તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા બાળકને જન્મ આપ્યા બાદ કોરોના સંક્રમિત મહિલાનું ગોત્રી હોસ્પિટલમાં મૃત્યુ નિપજયું છે. આ બનાવ બાદ મરણ જનાર મહિલાના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બાળકને જન્મ આપનાર માતાનું જ મૃત્યુ થતાં જન્મજાત નવજાત શિશુની સાર સંભાળ આખરે કોણ કરશે ? તેવા અનેક સવાલો સાથે મરણ જનારના મહિલાના પરિવારજનો ચિંતામાં મુકાયા છે તેમજ મૃત્યુ પામેલ મહિલા કોરોના સંક્રમિત હોય તેવું ગોત્રી હોસ્પિટલના ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું.
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમણ મહિલાનું ડિલિવરી બાદ મોત.
Advertisement