Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રતાનગર લલિતા ચાલીમાં વડોદરામાં તસ્કરોનો તરખાટ, પોલીસે ઉડાઉ જવાબ આપ્યો જાણો કેવો.

Share

પ્રતાપ નગર લલિતા ચાલીમાં વડોદરા વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. દિન પ્રતિદિન ચોરીના વધતા જતા બનાવોના પગલે પ્રતાપનગર વિસ્તારમાં રહેતા રહીશોમાં તસ્કરૉનો ભય છવાઈ ગયો છે. રહીશો એમ જણાવી રહ્યા છે કે થોડા સમય માટે પણ મકાનને તાળું મારીને જઈએ તો તસ્કરો તાળું તોડી ચોરી કરે છે જયારે લોકો પોલીસને ફરિયાદ કરે તો પોલીસ કર્મચારી જવાબ આપે છે કે અમારા મકાનમાં પણ ચોરી થાય છે અમે કોને કહેવા જઈએ….? પોલીસની આવી કાર્ય પદ્ધતિથી પ્રતાપ નગરના રહીશો નારાજ છે. પ્રતાપનગર વિસ્તારમાં આવેલા લલિતા ચાલીમાં 3 મકાનના તાળા તૂટ્યા.

ઉત્તરાયણની ઉજવણી કરવા ગયેલા 3 ઘરોમાં તસ્કરો દ્વારા હાથ સાફ કરી મોડી રાત્રે ચોરી થઈ હતી. જેમાં રોકડ રૂપિયા, ચાંદીના દાગીના જેવી કિંમતી વસ્તુની ચોરી કરવામાં આવી હતી. સવારે પાડોશીઓ જાણ થતાં ચાલીના લોકો એકત્ર થયા હતા. અને પોલિસને બોલવામાં આવ્યા. સ્થાનિક લોકોનું કેવું છે કે પોલિસ દ્વારા સંતોષીય જવાબ નથી મળ્યો.

Advertisement

Share

Related posts

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી યુવાન ને આપઘાત કર્યો…

ProudOfGujarat

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!