રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (૧૯૬૨) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઉતરાયણના પર્વ નિમિતે ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા હતા જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાઈ હતી. આ સેવાઓ દ્વારા ઉતરાયણના દિવસે ૨૨ પક્ષી અને ૫૨ જેટલા પશુઓ સહિત શહેર જિલ્લામાં કુલ ૩૮ પક્ષીઓની સારવાર કરી નવજીવન આપવામાં આવ્યું છે. જ્યારે કુલ ૨૪૭ પશુઓની પણ સારવાર કરવામાં આવી હોવાનું પ્રોજેક્ટ મેનેજર જૈમિન દવેએ જણાવ્યું છે. ઉતરાયણના પર્વ એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહી કબૂતર, કાબર અને ઘુવડ જેવા ઘાયલ પક્ષીઓની નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરી અબોલ પક્ષીઓનો અમૂલ્ય જીવ બચવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડોદરામાં ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એમ્બ્યુલન્સ વાન ખડેપગે.
Advertisement