વડોદરા જિલ્લામાં જીએસટી ચોરી અટકાવવા માટે જીએસટી ની ટીમ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય. નંદેસરી પાસે એક આઈસર ટેમ્પો મહારાષ્ટ્ર તરફથી આવતો હોય જેને રોકી જીએસટી અધિકારીઓએ ચેકિંગ કરતા સફેદ પાઉડરની આડમાં દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
જીએસટી ની ચોરી અટકાવવા માટે આજે નેશનલ હાઈવે આઠ પર સાંકરદા પાસે વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા તે સમયે મહારાષ્ટ્ર પાસિંગની એક ટેમ્પો પસાર થતાં આ ટેમ્પોને રોકવામાં આવતા તપાસ કરતા તેમાં સફેદ પાઉડરની થેલીઓ હતી. જીએસટી ની ટીમ સફેદ પાઉડરની થેલીઓના બિલ માંગતા ટેમ્પો ચાલક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને જીએસટી ની ટીમને ટેમ્પો ચાલક પર શંકા જતા તેને વજન કાંટા પર ટેમ્પો લઈ જવા અને વજન કરાવવાનું કહેવામાં આવતા ટેમ્પો ચાલક જીએસટી ની ટીમને ચકમો આપી સ્થળ પર ટેમ્પોને મૂકીને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ જીએસટી ની ટીમે ટેમ્પોની ચકાસણી કરતા સફેદ પાવડરની થેલીઓ નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ જોતાં જ જીએસટી ના કર્મચારીઓ ચોંકી ઊઠયા હતા અને તુરંત જ તેઓએ નંદેસરી પોલીસને જાણ કરી હતી.
પોલીસને જાણ કરતાં તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ તપાસમાં સફેદ પાઉડરની 152 થેલીઓ મળી હતી. તેમજ વિદેશી દારૂની બોટલો નંગ 9492 તેમજ બિયરના 1200 ટીન મળી આવ્યા હતા. પોલીસે 1,20,000 કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને રૂપિયા 4 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ 17,47,600 નો મુદ્દામાલ કબજે કરી નંદેશરી પોલીસે જીએસટી વિભાગની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ફરાર થયેલા ટેમ્પો ચાલકની શોધખોળ હાથ ધરી છે.
નેશનલ હાઇવે પર સાંકરદા પાસે જી.એસ.ટી ચેકિંગ દરમિયાન સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.
Advertisement