Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસ.

Share

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ નજીક આવેલા ટોલ નાકા પાસેથી અધધધ…. કહી શકાય એટલો મોટો સાત લાખ ઉપરાંતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય ત્રણને ફરાર જાહેર કર્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ કરજણ મથક વિસ્તારમાં પ્રોહીબીશન કામગીરી અર્થે ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા ભરથાણા ગામની સીમમાં આવેલ ટોલનાકા પાસે આવતા બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, એક બંધ બોડીનું મરૂન કલરનું કન્ટેનર ગાડી નં- MH – 04 – JK – 2904 માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જે કન્ટેનર સુરત, ભરૂચ તરફથી આવી કરજણ થઇ વડોદરા તરફ જનાર છે .

જે કન્ટેનર હાલમાં પાલેજ આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે. જે હકિકત આધારે મોજે- ભરથાણા ગામની સીમમાં આવેલ ટોલનાકા ઉપરથી (૧) ફહીમ મહેદીખા હસન ઉ.વ. ૨૦ રહે, હરદોલી, પોષ્ટ- બબેરૂ, થાણા – બબેરૂ , તા – બબેરૂ , જી- બાન્દા, ( યુ.પી. ) નાનો વગર પાસ પરમીટે પોતે પોતાના કબ્જાની કન્ટેનર રજી. નં- MH – 04 – JK – 2904 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નં -૨૩૪ જેમાં બોટલો કવાટરીયા બીયર નંગ- ૭૧૨૮ કિ.રૂ. ૭,૯૯,૨૦૦ /- તથા મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ. ૫,૦૦૦ /- તથા સદર દારૂની હેરાફેરીમાં વપરાયેલ કન્ટેનર નં- MH – 04 – JK – 2904 કિ.રૂ. ૫,૦૦,૦૦૦ /- તથા સેમ્પલો મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૩,૦૪,૨૦૦ /- ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. સદર દારૂનો જથ્થો ભરી મોકલનાર (૨) બ્રિજેશ મો.નં. ૯૦૮૧૬૭૧૨૦૬ તથા (૩) રાજુભાઇ જેઓના પુરા નામ સરનામાં જાણવા મળેલ નથી તેમજ (૪) સદર દારૂનો જથ્થો મંગાવનાર જેનું નામઠામ જાણવા મળેલ નથી. પોલીસે ઉપરોક્ત ચારેય ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

ભરૂચ : વાગરાનાં પણિયાદરા ગામ ખાતે યુ.પી.એલ કંપની બહાર ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

હાંસોટ : બેંકની બહાર ખાતેદારો રૂપિયા ઉપાડવા લાઇનમાં ઊભા રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!