Proud of Gujarat
FeaturedGujaratINDIA

નિ:સહાય વિધવા મહિલાઓને રૂ.5000 ચૂકવવા જિલ્લા હિતરક્ષક સમિતિના ખુમાનસિંહની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

Share

ગુજરાત રાજ્યભરની તમામ વિધવા મહિલાઓને પેન્શનમાં વધારો કરી રૂ.૫૦૦૦ આપવાની માંગ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તમામ ધારાસભ્યો-સંસદ સભ્યોને લેખિત રજુઆત પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસીયાએ કરી હતી.

પ્રાપ્ત માહિત મુજબ રાજ્યના પૂર્વમંત્રી અને વિધવા પેન્શન યોજનામાં ગુજરાતભરમાં નોંધનીય કાર્ય કરનાર ખુમાનસિંહ વાંસિઆ વધુ એકવાર નિઃસહાય વિધવા મહિલાઓની વ્હારે આવ્યા છે. વિધવા મહિલાઓની સમસ્યાઓ જોઈ ખુમાનસિંહ વાંસિઆએ રાજ્યના મુખ્યમંત્રી સહિત તમામ ધારાસભ્ય-સંસદ સભ્યને લેખિતમાં રજુઆત કરી વિધવા મહિલાઓને વિધવા સહાય પેન્શન યોજના હેઠળ રૂપિયા ૫૦૦૦ આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.ગુજરાત સરકારમાં પૂર્વમંત્રી રહી ચૂકેલ ખુમાનસિંહ વાંસિઆ સંવેદનશીલ અને જમીની નેતા ગણાય છે. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના જ પ્રયાસોથી રાજ્યભરની વિધવા મહિલાઓ માટે આધાર સમાન વિધવા સહાય પેન્શન યોજનાની શરૂઆત થઈ હતી. જોકે વર્ષો સુધી પેન્શનની રકમમાં વધારો થયો નથી. એટલું જ નહીં વિધવા સહાય પેન્શન યોજના વધુ જટીલ બનતા પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસિઆએ યોજના સરળ બને અને રાજ્યની મહત્તમ વિધવા મહિલાઓને યોજનાનો લાભ મળે તે માટે સક્રિય બન્યા હતા. જેમાં વિધવા સહાય પેન્શન યોજનાની રકમમાં પણ વધારો કરવાની માંગ ઉઠાવી હતી. ભરૂય જીલ્લાના તમામ તાલુકાઓમાં વર્ષ ૨૦૧૮ દરમ્યાન ૧૮ જેટલા વિધવા સંમેલનો કર્યા હતા. ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઐતિહાસિક વિધવા સંમેલન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમટેલી વિધવા મહિલાઓએ યોજના સરળ બનાવવા ઉપરાંત પેન્શનની રકમમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. જેના ફળસ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલતા બતાવી યોજનાને સરળ બનાવવા સાયે પેન્શનમાં વધારો કરી રૂ.૧૨૫૦ સહાય પેટે ચુકવવા નિર્ણય લેવાયો હતો. તેમ છતાં વિધવા સહાય પેન્શન યોજનામાં હજી પણ ઘણી તુટીઓ રહેતા અનેક વિધવા મહિલાઓ સહાયથી વંચિત રહે છે. ઉપરાંત પેન્સનની રકમ રૂ.૧૨૫૦ માં કોઇપણ વ્યક્તિ સ્વમાનભેર જીવી શકે નહીં તે વાસ્તવિક્તાને ધ્યાને લઈ પૂર્વમંત્રીએ ફરી એકવાર વિધવા મહિલાનો વ્હારે આવી તેમની પડખે ઊભા છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત તમામ ધારાસભ્યો અને સાંસદસભ્યોને એક પત્ર લખી વિધવા સહાય પેન્શનમાં સુધારો કરી સરળબનાવી પેન્શનની રકમ રૂપિયા ૫૦૦૦ ચુકવવા માંગ ઉઠાવી છે.

Advertisement

Share

Related posts

બનાસકાંઠા પાલનપુરના રતનપુર નજીક એક ટ્રક પુલ નીચે ખાબક્યો-ઘટના માં બે લોકો ને ઈજાઓ…..

ProudOfGujarat

વડોદરા શહેરના હરિધામ સોખડાની ગાદી-સંપત્તિનો વિવાદ દેશના સિમાડા ઓળંગી હવે વિદેશમાં પહોંચ્યો.

ProudOfGujarat

સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લાના પ્રવાસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!